Friday, 3 March 2017

૧૬માં ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડમાં કઈ ફિલ્મ કેટલા અવાર્ડ્સ

૧૬માં ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડમાં 'થઈ જશે' ફિલ્મને મળ્યાં ચાર એવોર્ડ..!

રોન્ગ સાઈડ રાજુ ફિલ્મને મળ્યાં બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટરનાં એવોર્ડ..!
અભિનંદન!

O! Taareee Movie Review

‘ઓ! ત્તારી’

સ્ટોરી :

ફિલ્મની સ્ટોરી બીજી ગુજરાતી ફિલ્મ કરતાં અલગ છે. પાંચ મિત્રોની આસપાસ ફરતી વાત અને પછી થાય છે એક અકસ્માત! કોઈ નવી આવેલી વ્યક્તિ કોની દુશ્મન હતી? શા માટે આ તેનું ખૂન થયું? આ ઘટના પાછળ જવાબદાર કોણ? બસ, આ બધા સવાલોના જવાબ માટે એક પોલીસ મેદાને ચઢે છે અને...

પરફોર્મન્સ:

રેવાન્તા સારાભાઇ મુખ્ય પાત્ર મંથન તરીકે એકદમ પરફેક્ટ છે. મેચ્યોર, મસ્તીખોર અને મળવા જેવો માણસ! ગુજરાતી ફિલ્મનાં આવનારા ભવિષ્યનો એક ઉજળો સિતારો સાબિત થશે રેવાન્તા! જાનકી બોડીવાલા છેલ્લો દિવસ પછી આ ફિલ્મમાં દેખાઈ છે જે ખૂબજ ચાર્મિંગ લાગે છે. રિદ્ધિ જૈન એકદમ રીયલ અને નેચરલ છે! પ્રતિક રાઠોડ તેની ભૂરી આંખોને લીધે ડરામણો લાગે છે. ધૈવત મહેતા અને ખુશી રાજપૂત દર્શકો પર પોતાના અભિનયને લીધે છાપ છોડી જાય છે. અને આખી ફિલ્મમાં માત્ર તાળીઓ અને ચિચિયારીઓ પડે છે જયેશ મોરેની એન્ટ્રી પર! શું ગજબનો અભિનય છે યાર! જયેશ મોરે પોલમપોલ હોય કે પાસપોર્ટ, રોંગ સાઈડ રાજુ હોય કે ઓ ત્તારી બધામાં ખૂબજ ઉત્તમ અભિનય દ્વારા લોકોનું બહુમાન મેળવતાં જાય છે! આ ઉપરાંત પારસી પ્રિન્સિપલ તરીકે જહાંગીર સાહેબ અને પેલો આશિક ખડખડાટ હસાવે છે!

ઓવર ઓલ: ફિલ્મનાં લોકેશન્સ બહુ સારા છે. ગીત-સંગીત પણ સરસ... એક ગીત ખોટી જગ્યા એ છે અને જયારે ફિલ્મનો મુખ્ય અભિનેતા મહાન ડાન્સર હોય અને એની પાસે ડાન્સ ણ કરાવો એ કેમ ચાલે?
બહુ સારું કેમેરા વર્ક! ગુજરાતી ફિલ્મમાં આવા પાવર પેક્ડ ચેઝીંગ સીન્સ બહુ જ માણવાલાયક છે જે આવનારી ગુજરાતી ફિલ્મને નવી દિશા દેખાડશે...  

કોમેડી, ધમાલ અને મસાલાથી ભરપૂર આ સસ્પેન્સ થ્રીલર સહુ સાથે માણવા જેવી છે!

જલ્દી જોતા આવજો ... પછી કહેતાં નહિ.. “ઓ ત્તારી! એકેય સીટ ખાલી નથી”