શુક્રવારે રાહુલ મેવાવાળા દિગ્દર્શિત ફિલ્મ 'આવ તારું કરી નાખું' રિલીઝ થઈ.
પત્નીની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે બાપ પોતાનાં બે દિકરાઓને કઈ રીતે પરણાવવાંનાં પ્રયત્નો કરે છે પણ દિકરા લગ્ન વિરુદ્ધ છે ત્યારે પિતા પોતાની કોલેજ મિત્ર સાથે લગ્ન કરવાનું વિચારે છે અને દિકરા બાપનાં લગ્ન અટકાવવાના પ્રયત્નો કરે છે એ વિષયવસ્તુ પર બનેલી ફિલ્મ 'આવ તારું કરી નાખું'માં પિતા તરીકે ટીકુ તલસાણિયા અને કાકીકાકા તરીકે તપન ભટ્ટ અને મનીષા કનોજીયા પ્રેક્ષકોને ભરપેટ હસાવે છે!
અમર ઉપાધ્યાય આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રેવેશ કર્યો છે. મિહિર તરીકે ઘર ઘરમાં ફેમસ થયેલો આ એકટર આ ફિલ્મમાં પણ પોતાના પાત્રને ન્યાય આપતો અભિનય કર્યો છે. મોનલ ગજ્જર બટકબોલી છોકરી તરીકે છવાઈ જાય છે. તન્વી ઠક્કર અને આદિત્ય કાપડીયાનો અભિનય પણ સારો છે. વિકાસ વર્મા છબરડા વાળતાં મિત્ર તરીકે બેસ્ટ છે! સેન્સર્ડ કોમેડી અફલાતૂન...!
ફિલ્મમાં કેટલાંક સીન્સ સખત કૉમેડીવાળા છે. લોકેસન્સ, મ્યુઝિક અને સોંગ્સ સરસ!
એકંદરે આ ફ્રેશ ગુજરાતી કોમેડી ફિલ્મ એકવાર ફેમિલી સાથે જરૂર જોવાય કેમકે બાપને કેટલીક સેન્સર્ડ ક્રિયાઓ ન શીખવાડવાની હોય!