Showing posts with label GUJARATI CINEMA - GFCA. Show all posts
Showing posts with label GUJARATI CINEMA - GFCA. Show all posts

Saturday, 14 April 2018

Tame Keva Movie Deatails

Tame keva? Gujarati Movie Star Cast & Crew Details

Producer: Dr K R Films

Releasing date: 20th April 2018

Director: Dr K R Devmani

Co Producer : Rajesh Chauhan

Writer : Milan Devmani & Dr K R Devmani

Actors:JAKIR KHAN, ANAND DEVMANI, SHRADHA SUTHAR, ASHISH KAKKAD, HARISH PANDYA, JAGRUTI THAKOR, JAIKRISHNA RATHOD

Music: Richardson Macwan

Singers: Hriday Desai

Cinematographer : Milan Devmani

Friday, 2 June 2017

Review of Aav Taru Kari Nakhu

શુક્રવારે રાહુલ મેવાવાળા દિગ્દર્શિત ફિલ્મ 'આવ તારું કરી નાખું' રિલીઝ થઈ.

પત્નીની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે બાપ પોતાનાં બે દિકરાઓને કઈ રીતે પરણાવવાંનાં પ્રયત્નો કરે છે પણ દિકરા લગ્ન વિરુદ્ધ છે ત્યારે પિતા પોતાની કોલેજ મિત્ર સાથે લગ્ન કરવાનું વિચારે છે અને દિકરા બાપનાં લગ્ન અટકાવવાના પ્રયત્નો કરે છે એ વિષયવસ્તુ પર બનેલી ફિલ્મ 'આવ તારું કરી નાખું'માં પિતા તરીકે ટીકુ તલસાણિયા અને કાકીકાકા તરીકે તપન ભટ્ટ અને મનીષા કનોજીયા પ્રેક્ષકોને ભરપેટ હસાવે છે!

અમર ઉપાધ્યાય આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રેવેશ કર્યો છે. મિહિર તરીકે ઘર ઘરમાં ફેમસ થયેલો આ એકટર આ ફિલ્મમાં પણ પોતાના પાત્રને ન્યાય આપતો અભિનય કર્યો છે. મોનલ ગજ્જર બટકબોલી છોકરી તરીકે છવાઈ જાય છે. તન્વી ઠક્કર અને આદિત્ય કાપડીયાનો અભિનય પણ સારો છે. વિકાસ વર્મા છબરડા વાળતાં મિત્ર તરીકે બેસ્ટ છે! સેન્સર્ડ કોમેડી અફલાતૂન...!

ફિલ્મમાં કેટલાંક સીન્સ સખત કૉમેડીવાળા છે. લોકેસન્સ, મ્યુઝિક અને સોંગ્સ સરસ!
એકંદરે આ ફ્રેશ ગુજરાતી કોમેડી ફિલ્મ એકવાર ફેમિલી સાથે જરૂર જોવાય કેમકે બાપને કેટલીક સેન્સર્ડ ક્રિયાઓ ન શીખવાડવાની હોય!

Sunday, 26 February 2017

Than Than Gopal 1st Week Collections

Than Than Gopal 1st Week Collections

  Ahmedabad:-
Cine Pride, 840,
City Gold Ashram Road, 60,964,
City Gold Bapunagar, 21,964,
City Gold Satellite, 11,968,
City Gold Bopal, 4,214,
City Pulse Gandhinagar, 60,030,
Cinemax Red carpet, 23,152,
Devi, 12,050,
R.World, 10,818,
Rajhans, 41,850,
Mukta A2, 1,190,
SB Multiplex, 13,692,
Inox R World, 12,622,
Inox Adalaj, 38,802,  

Surat :-
PVR, 5,604,
Inox VR, 8,395, 
Kadi :- V World, 17,946,  

Baroda :- 
Mukta A2, 770,
Cinepolis, 1,596,
PVR Transcube Mall, 1,602, 

Palanpur:- 
Surmandir, 2,434, 

Vapi :- 
Geet Gunjan, 802, 

Valsad :-
Rajhans, 2,318, 

Adipur :-
Vinay, 5,986, 

1st Week Total Collections 3,74,469,

Trupti 1st week collection

Trupti 1st Week Collections 

Ahmedabad :- 
Cine Pride, 2,564,
City Pulse Kankariya, 6,622,
Cinemax S.G.Road, 1,224,
Cinemax Red carpet, 4,536,
R World, 7,234,
Revolution, 8,392,
Cinepolis, 20,876,
PVR Motera, 7,950,
Rajhans Nikol, 1,060,
PVR Arved, 8,400,
Inox R World, 626,  

Surat :- 
PVR, 19,610,
Cinepolis, 26,950,
Inox VR, 14,297,
Inox DR World, 19,647, 

Kadi :-
V World, 854, 

Baroda :- 
Cinepolis, 29,336,
Inox R Mall, 4,404,
PVR Transcube Mall, 21,843,
PVR EVA Mall, 14,237, 

Rajkot :-
Inox World, 1,375, 

Jamnagar :- 
Mehul, 1,886, 

Gandhidham :-
Madhuban, 12,126, 

Adipur  :-  
Vinay, 9,802,  

Bombay :- 
Movie Star Goregaon, 8,748,
Carnival Borivli, 8,524,
Cinemax Ghatkopar, 10,758,
Inox R City Ghatkopar, 1,579,
Carnival Bhandup, 6,853,
PVR Mulund, 14,145, 

1st Week Total Collections 2,94,572,

Sunday, 19 February 2017

ગુજરાતી ફિલ્મો કેમ નહીં ચાલતી???

આટઆટલી ગુજરાતી ફિલ્મ બની રહી હોવાં છતાંય હજુ સફળતાનો રેશિયો બહુ ઓછો કેમ છે?
શુ કલાકાર સારા નથી? શુ પ્રોડ્યૂસરને કાંઇ તકલીફ છે? શું સિનેમાનાં માલિકોને શૉ ચલાવવામાં વળતર નથી મળતું?
કદાચ આ પ્રશ્નો હોઇ શકે... પણ એનાથી મોટો એક પ્રશ્ન છે સમર્પણનો...
હા, કડવી વાસ્તવિકતા છે કે ગુજરાતી ફિલ્મનાં કલાકારો ફિલ્મનાં પ્રોમૉશનમાં સંપૂર્ણ સમર્પિત નથી. તેઓ ફિલ્મને પોતાની ફિલ્મ નથી માનતા... એટલેજ પાત્રને પોતાનામાં ઢાળી નથી શકતાં... જ્યારે કલાકાર પોતાની જાતને ભૂલી પાત્ર માટે મહેનત કરશે તયારે જ સાચો કલાકાર  બહાર આવશે. અને લોકોને એ પણ સમજવું રહ્યુ કે બધાં લોકોનાં નસીબમાં હિરો હિરોઈન બનવાનું નથી હોતું... યાદ રાખજો જબરદસ્તી મેળવેલાં રોલ થકી મેળવેલી નામનાં ખરતાં તારા જેવી હોય છે...

Saturday, 18 February 2017

Reviews of Carry on keshar

આ કેસર જરૂર Carry On કરશે..
‘Carry On કેસર’

આજકાલ જે લોકો માતા-પિતા બનવા માંગતા હોય કે સંતાન સુખથી વંચિત હોય એ લોકો આઈ.વી.એફ. પદ્ધતિથી બાળકને જન્મ આપે છે. આ જ ટોપિક પરને લઈને જાણીતા ડાયરેક્ટર વિપુલ મહેતાએ ‘કેરી ઓન કેસર’ નામની એક પારિવારીક ફિલ્મ લાવ્યા છે.

ફિલ્મ એક મોટી ઉમરે મા બનવા જઇ રહેલી કેસરની આસપાસ ફરે છે જેને ખુશખબરી મળતા જ તેમના જીવનમાં આવતા પરિવર્તનો હળવા અને સચોટ અંદાજ માં દર્શાવાયા છે. 

દર્શન જરીવાલા અને સુપ્રિયા પાઠક આ ફિલ્મના મુખ્ય પાત્રો છે જેનાં કારણે ફિલ્મ માણવાલાયક બની છે! સુપ્રિયા પાઠકનો અભિનય ઉત્તમ કક્ષાનો છે. જાણે અભિનયની જીવતી જાગતી યુનિવર્સિટી! ફિલ્મનાં આ બે કલાકારો સિવાય ફિલ્મનાં સંવાદો ફિલ્મની જાન છે! શામજીનાં દરેક ડાયલોગ અને તેનાં મોઢે ગવાતાં ગીત દિલને સ્પર્શી જાય છે!

'કેલેન્ડર ગર્લ'માં જોવા મળેલી અવની મોદી (એની) આ ફિલ્મથી ગુજરાતી સિનેમામાં પદાર્પણ કરી છે. ડૉ.પ્રતીક જોશી બનતાં રિતેશ મોભ સૈફ અલી ખાન જેવો લાગે છે (એક્ટિંગમાં પણ!) તેની અને એની વચ્ચેની કેમેસ્ટ્રી પડદા પર જોઇયે તેવી જામતી નથી..! તેઓ બન્નેને હજુ એક્ટિંગ શીખવાની ખાસ જરૂર લાગે છે કેમકે એમનાં પાત્રો મુખ્ય પાત્ર સામે ઝાંખા પડી જાય છે.

ફિલ્મનાં અન્ય પાત્રોમાં ઘરનો નોકર જીગલો અદ્ભૂત છે! મિતેષ-હિતેશ જેવા પાત્રોમાં થોડુ વધુ ઊંડાણ હોત તો પાત્ર વધુ ખીલ્યા હોત. ઓધા કાકા તમને ફિલ્મનાં અંત સુધી જકડી રાખશે.

મ્યુઝિક સચિન-જીગરએ આપેલું છે. ફિલ્મના ગીતો અલકા યાજ્ઞિક, જાવેદ અલી, સુનિધિ ચૌહાણ, ઓસમાણ મીર, કીર્તિ સાગઠીયા અને લાડકી ફેઈમ તનિષ્કા સંઘવી એ ગાયા છે જે ગીત અંકિત ત્રિવેદી અને સ્નેહા દેસાઈએ લખેલા છે.

જામખંભાળિયામા Gj-1 વાળી એકમાત્ર સીએનજી રીક્ષા, વારંવાર બદલાતાં ગાડીનાં નંબર, એનીનું શરૂઆતમાં ગુજરાતી અને પછી ઈન્ડિયામાં આવ્યાં બાદ ઈંગ્લીશ બોલવું એ થોડુ સમજાતું નથી! કારખાનાંનીનવી શરૂઆત કે પ્રોડક્ટ 'કેસરાની'નું લોન્ચિંગ બતાવી શકાયું હોત!

એકંદરે ફિલ્મમાં હાસ્ય પણ છે અને સંવેદનાં પણ જે ફિલ્મને અનુભવવામાં મદદ કરે છે. એક પારિવારિક ફિલ્મ હોવાથી દરેકને જોવી ગમશે એવી ફિલ્મ છે!

Monday, 13 February 2017

Review of Trupti

તૃપ્તિ ફિલ્મ રિવ્યૂ...

સંજય મૌર્ય અને જીલ જોશીને ચમકાવતી ફિલ્મ તૃપ્તિ લોકોને પસંદ પડી રહી છે. આ ફિલ્મ બીજી ગુજરાતી ફિલ્મ કરતાં કઈંક હટકે છે. ફિલ્મની સ્ટોરી શહેરમાં થતાં ખૂન અને તેની પાછળનાં રહસ્યની આસપાસ ફરે છે.

સંજય મૌર્ય ઇન્સપેક્ટર જયનાં રોલમાં ખૂબજ જામે છે. એક એક ફ્રેમમાં એની આંખો ઘણું કહી જાય છે. જીલ જોશી સાહજિક અભિનય ને લીધે બહુ સ્વીટ લાગે છે.

આખી ફિલ્મમાં બાળકનો અભિનય પણ લોકોને ગમે એવો છે. ટીકુ તલસાણીયા એક કેમિયો રોલમાં છે જે ફિલ્મને વધારે રસપ્રદ બનાવે છે.

ડાયરેક્ટીંગ અને એડિટિંગમાં વધુ ધ્યાન આપવાની જરૂર હતી. ક્યાંક ક્યાંક નાની ભૂલો દેખાઈ આવતી હતી.
ફિલ્મમાં મિત્તલ ગોહિલ અને વૃત્તિ ઠાકર જેવા કલાકારોએ પોતાની અભિનય કળા દેખાડી છે. અક્ષય આકાશે આપેલું સંગીત કર્ણપ્રિય છે. હિતેન આનંદપરાએ ગીતો લખ્યાં છે. સ્ક્રિનપ્લે અને સંવાદો મોહમ્મદ ઝાહિદ અહેમદે લખ્યાં છે.પણ ડબિંગ ખૂબજ ખરાબ રીતે થયેલું હોવાથી ક્યાંક ક્યાંક ફિલ્મ પોતાની પકડ ગુમાવી દે છે.

સંજય મૌર્યને આવનારી ફિલ્મ લાસ્ટ ચાન્સ માટે વફાદાર દર્શકો મળી રહેશે. ગુજરાતી ફિલ્મમાં આ પ્રકારની ફિલ્મો બનવી જોઇયે. જલ્દી આ ફિલ્મ જોવા જતાં રહો..

Friday, 10 February 2017

Audition time..

CASTING CALL
Audition for Urban Gujarati movie in Ahmadabad for
01 DAY  ONLY.

Lead Female & Male age  18 to 25 yrs
Supporting male & female 35 to 55 yrs.
Place - Hotel  Nilkanth Panshikura.
Nr. Madalpur underbridge.
B/h town hall, Ellisbridge.
Time. 10am to 6pm.
Dt - 12-2-2017.
Don't miss audition..
Falgun Thakore.

Tuesday, 7 February 2017

જો તમે ગુજરાતી હોવ તો જરૂર વાંચો.

થોડા સમય પહેલા ગુજરાતી સિનેમાનાં કલાકારો અને કસબિઓનાં યોગદાનને બિરદાવતું ગુજરાતી  ફિલ્મ નું 16 મું ટ્રાન્સમીડીયા એવોર્ડ  ફન્કશન યોજાય ગયું જેમાં ગુજરાતી ફિલ્મનાં કલાકારો ને તેમની ફિલ્મોનાં નામ નોમીનેશન કરવામાં આવ્યા ને હવે ટુંક સમયમાં મુંબઈમાં એવોર્ડનું આયોજન થશે.

ગુજરાતી ફિલ્મો ને પ્રોત્સાહિત કરવા માટે આ ધણા લાબા સમયથી આ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે
ફિલ્મોની વાત કરીએ તો બોલીવુડ અને સાઉથની ફિલ્મનો  ખુબ જ વિકાસ થયેલ જોવા મડે છે તેના પ્રમાણમાં ગુજરાતી ફિલ્મનો એટલો વિકાસ થયેલ નથી પણ પાછલા થોડા વર્ષોથી ગુજરાતી ફિલ્મનો પણ લોકોને સારો આવકાર મળેલ છે.
ગુજરાતી કલાકારોમાં ભરી ભરી ને કલાની કાબીલીયત ભરેલ છે પણ યોગ્ય પ્લેટફોર્મ ના મળવાથી કે અન્ય કારણોસર પોતાની કલા બતાવી શકતા નથી  પણ હવે ધીરે ધીરે  ગુજરાતી કલાકારો પણ પોતાની એક્ટીંગ ને મહેનતના કારણે લોકોના દિલમાં સ્થાન બનાવી રહયા છે.ને ખુબ આનંદની વાત છે.

જ્યા સુધી ઓડિયન્સમાં દિલદિમાગ માં સ્થાન ના બનાવો તો અેક્ટર હોવાનો કોઇ ખાસ ફાયદો ના જ કહી શકાય
થોડા સમયથી નવા નવા ગુજરાતી ફિલ્મોમાં નવા નવા કલાકારો કલાકારો એ તો ગુજરાતી ફિલ્મનો રંગ જ બદલી નાખ્યો છે..
" છેલ્લો દિવસ " મુવી પછી તો ગુજરાતી એડિયન્સ રાહ જોઈને જ બેસી છે કે ક્યારે આવુ મજાનું નવુ મુવી આવે..

જુની ગુજરાતી સુપર હીટ ફિલ્મ ને તો લોકો હજુ પણ યાદ કરે છે .
હિરન ને કાંઠે, કંડલાની જોડ, ઢોલા-મારૂ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, લાડી તો લાખની સાયબો સવા લાખનો, જોડે રહેજો રાજ, જેસલ તોરલ, વગેરે વગેરે જેવી મજાની ફિલ્મને લોકો આજે પણ યાદ કરે છે અાવી જ નવા યુગના કલાકાર વિક્રમ ઠાકોર ને મમતા સોની અે તો એક પછી એક સુપર હીટ ફિલ્મ કરી ગુજરાતી ફિલ્મ ને અલગ વિકાસની દિશા આપી લેકોના દિલમાં સ્થાન બનાવી લીધુ છે.
તેમ છતા એવુ લાગતુ હતુ કે આજના યુવાનો ને માટે આ પૂરતું ને પણ ખોટ નવી ગુદરાતી અર્બન ફિલ્મ એ પુરી કરી દીધી   અેજ રીતે ઘણી ગુજરાતી ફિલ્મો ને ગુજરાતી કલાકારો લોકોના ઘર સુધી ને દિલ સુધી પહોંચી ગયા છે ને પહોંચી રહયા છે પણ
જ્યા સુઘી કલાકારની કલાને બિરદાવમાં ના આવે ત્યા સુધી કલાકારને પણ કંઇક ખૂટતું હોય તેવુ લાગે ને એટલે જ આ ખોટ પુરી કરવા જે ગુજરાતી સીનેમામાં કલાકારો અને કસબિઓનાં યોગદાનને બિરદાવમાં માટે આ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે.

શું આ વાંચી રહયા છો ?
શું ગુજરાતી છો ?
તો આપ પણ આપણી ગુજરાતી ભાષાની ફિલ્મ અચૂક જુવો ને ગુજરાતી ફિલ્મ ના વિકાસમાં ભાગીદાર બનો....
આવનારી દરેક ગુજરાતી ફિલ્મો ને  દિલથી શુભેચ્છાઓ

Monday, 6 February 2017

"Trupti" - an offbeat Gujarati film. Star cast and crew details.

"Trupti" - an offbeat Gujarati film. Star cast and crew details.

Produced by: Bhaskar Entertainment and R Films

Producer: Iswar Jatavadia & Raju Gada

Directed by: Sabir Shaikh

Starring: Tiku Talsania, Sanjay Maurya, Zeel Joshi, Ayush Jadeja, Usha Bhatiya, Mittal Gohil, Vrutti Thakkar,  Uday Dangar, Chetan thakkar, Manoj Patel
Master kushal mavani, master Bhameksh  and many more.

Music by: Akshay-Akash

Lyrics: Hiten Anandpara

Choreographer: Shailesh R Mantri

Edited by: Anil Ray