આ કેસર જરૂર Carry On કરશે..
‘Carry On કેસર’
આજકાલ જે લોકો માતા-પિતા બનવા માંગતા હોય કે સંતાન સુખથી વંચિત હોય એ લોકો આઈ.વી.એફ. પદ્ધતિથી બાળકને જન્મ આપે છે. આ જ ટોપિક પરને લઈને જાણીતા ડાયરેક્ટર વિપુલ મહેતાએ ‘કેરી ઓન કેસર’ નામની એક પારિવારીક ફિલ્મ લાવ્યા છે.
ફિલ્મ એક મોટી ઉમરે મા બનવા જઇ રહેલી કેસરની આસપાસ ફરે છે જેને ખુશખબરી મળતા જ તેમના જીવનમાં આવતા પરિવર્તનો હળવા અને સચોટ અંદાજ માં દર્શાવાયા છે.
દર્શન જરીવાલા અને સુપ્રિયા પાઠક આ ફિલ્મના મુખ્ય પાત્રો છે જેનાં કારણે ફિલ્મ માણવાલાયક બની છે! સુપ્રિયા પાઠકનો અભિનય ઉત્તમ કક્ષાનો છે. જાણે અભિનયની જીવતી જાગતી યુનિવર્સિટી! ફિલ્મનાં આ બે કલાકારો સિવાય ફિલ્મનાં સંવાદો ફિલ્મની જાન છે! શામજીનાં દરેક ડાયલોગ અને તેનાં મોઢે ગવાતાં ગીત દિલને સ્પર્શી જાય છે!
'કેલેન્ડર ગર્લ'માં જોવા મળેલી અવની મોદી (એની) આ ફિલ્મથી ગુજરાતી સિનેમામાં પદાર્પણ કરી છે. ડૉ.પ્રતીક જોશી બનતાં રિતેશ મોભ સૈફ અલી ખાન જેવો લાગે છે (એક્ટિંગમાં પણ!) તેની અને એની વચ્ચેની કેમેસ્ટ્રી પડદા પર જોઇયે તેવી જામતી નથી..! તેઓ બન્નેને હજુ એક્ટિંગ શીખવાની ખાસ જરૂર લાગે છે કેમકે એમનાં પાત્રો મુખ્ય પાત્ર સામે ઝાંખા પડી જાય છે.
ફિલ્મનાં અન્ય પાત્રોમાં ઘરનો નોકર જીગલો અદ્ભૂત છે! મિતેષ-હિતેશ જેવા પાત્રોમાં થોડુ વધુ ઊંડાણ હોત તો પાત્ર વધુ ખીલ્યા હોત. ઓધા કાકા તમને ફિલ્મનાં અંત સુધી જકડી રાખશે.
મ્યુઝિક સચિન-જીગરએ આપેલું છે. ફિલ્મના ગીતો અલકા યાજ્ઞિક, જાવેદ અલી, સુનિધિ ચૌહાણ, ઓસમાણ મીર, કીર્તિ સાગઠીયા અને લાડકી ફેઈમ તનિષ્કા સંઘવી એ ગાયા છે જે ગીત અંકિત ત્રિવેદી અને સ્નેહા દેસાઈએ લખેલા છે.
જામખંભાળિયામા Gj-1 વાળી એકમાત્ર સીએનજી રીક્ષા, વારંવાર બદલાતાં ગાડીનાં નંબર, એનીનું શરૂઆતમાં ગુજરાતી અને પછી ઈન્ડિયામાં આવ્યાં બાદ ઈંગ્લીશ બોલવું એ થોડુ સમજાતું નથી! કારખાનાંનીનવી શરૂઆત કે પ્રોડક્ટ 'કેસરાની'નું લોન્ચિંગ બતાવી શકાયું હોત!
એકંદરે ફિલ્મમાં હાસ્ય પણ છે અને સંવેદનાં પણ જે ફિલ્મને અનુભવવામાં મદદ કરે છે. એક પારિવારિક ફિલ્મ હોવાથી દરેકને જોવી ગમશે એવી ફિલ્મ છે!
Mind blowing...awesome . amazing...faadu...super se bhi upar kahu to bhi kam hai..aaj k family or social life pe banayi movie..dil se like..10 out of 10...thanks to all ..carry on kesar team.. super duper hitttt jayegi..
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteTo make a film is easy to make a good film is war and to make a very good movie is a miracle And carry on kesar is the miracle of 2017 Hats off to the director vipul mehta for creating magic in just 2 hrs Its well said a film is never really good unless the camera is an eye in the head of the poet Darshan jariwala and supriya pathak were just awesome throughout the film Thank u to all the cast and crew of COK for giving us loving and refreshing journey
ReplyDeleteVery Nice Movie For Gujarati Audience...
ReplyDeleteVery nice film..
ReplyDeleteCarry On Kesar ... Khub sundar movie che... Tame review aapyu Te badal aabhar... Pan review ma kyay direction, cinematography ke producer no ulekh nathi ... Vipul Mehta e director tarike ane Pushkar e cenemetrographer tarike khub saras kaam karyu che... And Rajiv Bhatt has given soulful background music. And the producers Kamlesh Bhuptani ane Bhavna Modi e a movie produce kari Te mate temne pan abhinandan. Once again thank you for the review.
ReplyDelete