થોડા સમય પહેલા ગુજરાતી સિનેમાનાં કલાકારો અને કસબિઓનાં યોગદાનને બિરદાવતું ગુજરાતી ફિલ્મ નું 16 મું ટ્રાન્સમીડીયા એવોર્ડ ફન્કશન યોજાય ગયું જેમાં ગુજરાતી ફિલ્મનાં કલાકારો ને તેમની ફિલ્મોનાં નામ નોમીનેશન કરવામાં આવ્યા ને હવે ટુંક સમયમાં મુંબઈમાં એવોર્ડનું આયોજન થશે.
ગુજરાતી ફિલ્મો ને પ્રોત્સાહિત કરવા માટે આ ધણા લાબા સમયથી આ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે
ફિલ્મોની વાત કરીએ તો બોલીવુડ અને સાઉથની ફિલ્મનો ખુબ જ વિકાસ થયેલ જોવા મડે છે તેના પ્રમાણમાં ગુજરાતી ફિલ્મનો એટલો વિકાસ થયેલ નથી પણ પાછલા થોડા વર્ષોથી ગુજરાતી ફિલ્મનો પણ લોકોને સારો આવકાર મળેલ છે.
ગુજરાતી કલાકારોમાં ભરી ભરી ને કલાની કાબીલીયત ભરેલ છે પણ યોગ્ય પ્લેટફોર્મ ના મળવાથી કે અન્ય કારણોસર પોતાની કલા બતાવી શકતા નથી પણ હવે ધીરે ધીરે ગુજરાતી કલાકારો પણ પોતાની એક્ટીંગ ને મહેનતના કારણે લોકોના દિલમાં સ્થાન બનાવી રહયા છે.ને ખુબ આનંદની વાત છે.
જ્યા સુધી ઓડિયન્સમાં દિલદિમાગ માં સ્થાન ના બનાવો તો અેક્ટર હોવાનો કોઇ ખાસ ફાયદો ના જ કહી શકાય
થોડા સમયથી નવા નવા ગુજરાતી ફિલ્મોમાં નવા નવા કલાકારો કલાકારો એ તો ગુજરાતી ફિલ્મનો રંગ જ બદલી નાખ્યો છે..
" છેલ્લો દિવસ " મુવી પછી તો ગુજરાતી એડિયન્સ રાહ જોઈને જ બેસી છે કે ક્યારે આવુ મજાનું નવુ મુવી આવે..
જુની ગુજરાતી સુપર હીટ ફિલ્મ ને તો લોકો હજુ પણ યાદ કરે છે .
હિરન ને કાંઠે, કંડલાની જોડ, ઢોલા-મારૂ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, લાડી તો લાખની સાયબો સવા લાખનો, જોડે રહેજો રાજ, જેસલ તોરલ, વગેરે વગેરે જેવી મજાની ફિલ્મને લોકો આજે પણ યાદ કરે છે અાવી જ નવા યુગના કલાકાર વિક્રમ ઠાકોર ને મમતા સોની અે તો એક પછી એક સુપર હીટ ફિલ્મ કરી ગુજરાતી ફિલ્મ ને અલગ વિકાસની દિશા આપી લેકોના દિલમાં સ્થાન બનાવી લીધુ છે.
તેમ છતા એવુ લાગતુ હતુ કે આજના યુવાનો ને માટે આ પૂરતું ને પણ ખોટ નવી ગુદરાતી અર્બન ફિલ્મ એ પુરી કરી દીધી અેજ રીતે ઘણી ગુજરાતી ફિલ્મો ને ગુજરાતી કલાકારો લોકોના ઘર સુધી ને દિલ સુધી પહોંચી ગયા છે ને પહોંચી રહયા છે પણ
જ્યા સુઘી કલાકારની કલાને બિરદાવમાં ના આવે ત્યા સુધી કલાકારને પણ કંઇક ખૂટતું હોય તેવુ લાગે ને એટલે જ આ ખોટ પુરી કરવા જે ગુજરાતી સીનેમામાં કલાકારો અને કસબિઓનાં યોગદાનને બિરદાવમાં માટે આ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે.
શું આ વાંચી રહયા છો ?
શું ગુજરાતી છો ?
તો આપ પણ આપણી ગુજરાતી ભાષાની ફિલ્મ અચૂક જુવો ને ગુજરાતી ફિલ્મ ના વિકાસમાં ભાગીદાર બનો....
આવનારી દરેક ગુજરાતી ફિલ્મો ને દિલથી શુભેચ્છાઓ
ખુબ ખુબ આભાર...
ReplyDeleteએવોર્ડ માટે શુભેચ્છાઓ...
આવનારી નવી ફિલ્મને પણ All The Best 💟