Sunday, 12 February 2017

Review of Arman-The story of storyteller.

અરમાન- ધ સ્ટોરી ઑફ સ્ટોરી ટેલર...

અરમાન (પૂજન ત્રિવેદી) એક ડાયરેક્ટર છે જે બહુ જ મહેનત બાદ એક ફિલ્મ બનાવે છે જે તેનાં બોસ અને એક મિત્ર દ્વારા ચોરી લેવાય છે. અને કાનૂની રીતે અરમાન હારી જાય છે.

જીંદગી થી હતાશ થયેલો અરમાન શાંતિની શોધમાં નીકળી પડે છે. તેને બ્યારા (નૈત્રી ત્રિવેદી) મળે છે જે તેને જીંદગીનાં અમૂલ્ય પાઠ ભણાવે છે. અને અરમાન ફરીથી નવી ફિલ્મ બનાવી મશહૂર થઈ જાય છે.

એલીશા પ્રજાપતિ પોતાનાં રોલને આત્મસાત કરી છે. પૂજન ત્રિવેદીનો અભિનય સારો છે. બહુ ઓછાં સમય માટે આવીને પણ નૈત્રી ત્રિવેદી આંખોથી પણ અભિનય કરીને છવાઈ જાય છે.

ફિલ્મ ધીમી છે પણ તેનો સંદેશો ગીતામાં કૃષ્ણ ભગવાને આપેલ ઉપદેશ જેવો મહાન છે. આજકાલનાં રાહ ભટકેલાં યુવાનો માટે ફિલ્મ જીવવાની નવી ઉમ્મીદ જગાવે છે... દરેક  યુવાનોને જોવા અને માણવાલાયક ફિલ્મ છે અરમાન...

રેહાન ચૌધરીએ સારો પ્રયાસ કર્યો છે.
ફિલ્મનું સંગીત સમીર માનાએ આપ્યું છે જે બહુજ માણવાલાયક છે.

ટુંકમા આ મુવી એક વાર જોવાતો જવુંજ પડે એવું છે.

No comments:

Post a Comment