Review of FODI LAISHU YAR!
ફોડી લઈશું યાર' ફિલ્મની વાર્તા ચાર મિત્રોની આસપાસ ફરે છે જેમાં રાજ (સુરત), રાહુલ (મહેસાણા), આદિત્ય (સૌરાષ્ટ્ર) અને જિજ્ઞેશ (અમદાવાદ) એન્જિનિયરીંગ કૉલેજમાં સાથે અભ્યાસ કરે છે. ફિલ્મ એન્જિનિયરીંગ સ્ટુડન્ટસનાં હોસ્ટેલ, કેમ્પસ, કલાસરૂમ, કેન્ટિન, સબમિશન, એક્ઝામ અને નાઈટ આઉટ જેવાં તમામ પાસાઓ આવરી લે છે. રાજ સિમરનને પ્રેમ કરે છે પણ સિમરનને રાજ પસંદ નથી. પરીક્ષા પછી આદિત્યનાં ધરે તેમના રોકાણ દરમિયાન તમામ મિત્રો મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય છે.
કેવી રીતે રાજ, રાહુલ, આદિત્ય અને જિજ્ઞેશ મુશ્કેલી બહાર નીકળે છે એ માટે ફિલ્મ જોવી પડે.
રાજ તરીકે વિશાલ સોલંકી ઠીક છે. ક્યાંક ક્યાંક મલ્હારને કૉપી કરતો લાગે છે. પાત્રને આત્મસાત કરવામાં કચાશ તો સિમરન બનતી ઍલિસા પ્રજાપતિમાં પણ દેખાઈ આવે છે!
અભિનય બાબતે જીગ્નેશ (ચિંતન દવે) અવ્વલ છે! આદિત્ય (વિવેક પાઠક), રાહુલ (નૈતિક દેસાઈ) નો અભિનય વિશાલ કરતાં ઘણો સારો છે. હથોડી મેડમ (અનિતા) અને ભગુકાકા (જીગ્નેશ મોદી)નો અભિનય તમને પેટ પકડીને હસાવ્યાં કરશે.
કૉલેજ લાઈફમાં કરેલી મસ્તી અને પ્રયોગો યાદ રહે તેવાં છે. પણ ફિલ્મ પ્રેક્ષકોને જકડી રાખવામાં ઉણી ઉતરે છે.
ફિલ્મમાં ઘણી સારી બાબતો દર્શાવી શકાઈ હોત પરંત દ્વિઅર્થી સંવાદો અને કેટલાંક સીન ફેમિલી સાથે જોવામાં શરમ અનુભવી શકો.
ગુજરાતી નો પરચો દેખાડવામાં દેશ અને દેશભક્તિ નેવે મૂકાઈ ગઇ. બીજાને નીચા દેખાડી પોતે મહાન છે એ દેખાડનાર બીજું બધુંજ હોઇ શકે પણ સાચો ગુજરાતી ન હોઇ શકે! ડાયલોગ વોટ્સઅપમાં મેસેજ તરીકે ફરીને ચવાઈ ગયેલાં છે! મેક અપ પર પૂરતું ધ્યાન અપાયું નથી.
મ્યુઝીક સારુ છે. ફિલ્મનાં કેટલાંક સીન અને લોકેશન સરસ છે. સેકન્ડ હાફમાં બહુ કોમેડી છે. પણ અધૂરો અંત લોકોને પરેશાન કરી મૂકે છે.
"છાનીમાની" અને "ફોડી લઇશું યાર" જેવાં ડાયલોગનાં વારંવાર માથે પડતાં હથોડા ફિલ્મ પ્રત્યે રોષ જન્માવે છે. ક્યાંક પ્યાર કા પંચનામાતો ક્યાંક થ્રી ઇડ઼િયટસ, ક્યાંક DDLJ તો ક્યાંક પુરાની જીન્સ કે છેલ્લો દીવસની નબળી કૉપી લાગતી ફિલ્મ તમને જોવી કે નહીં એ તમારો નિર્ણય છે...
Just saw this movie. The movie is really a nostalgia for college life. All the sentences and dialogues said are frequently used in college by friends and more so among boys. So there's nothing wrong if sentences are used if you are gonna give a proper feel for the plot. To add reality to the story the dialogues are necessary. These dialogues really put meaning to the college life shown in the film. No one ever gives a damn to anurag kashyap's films having more vulgarity and violence. There we call the film a "cult classic". Also the critic needs to understand that end is not a bad inbetween end but leaves audiences grasping for more. That only means the movie has an open end for raj-simran love story. Characters are well detailed. Infact the critic himself seems to have just made a cheap translation of synopsis from" bookmyshow" for the 1st paragraph. So his review's trustworthiness is nebodies guess. All in all don't get just carried away by one critic review. A must watch for all engineer gangs. An "audience" review.
ReplyDeleteમારા મત પ્રમાણે સાહેબ જો કોઈ વિશાલ ભાઈ ની કંપેર મલ્હાર ભાઈ સાથે કરે તો આ તો સાલું શાહરૂખ ભાઈ ની કંપેર સલમાન ભાઈ સાથે કરી એવી વાત થઇ ગઈ..માન્યું કે સલમાન ભાઈ ના ખાલી નામે થી પણ પીચર ચાલતા હોય છે પરંતુ શાહરુખ ભાઈ ને જોવા વાળો વર્ગ પણ એટલો જ અલગ હોય છે..સાહેબ આજ કાલ ના હરિફાઈ ના જમાના માં ફિલ્મ ઇન્ડુસટ્રી માં બસ એક ચાન્સ મળવો જ બહુ મુશ્કેલ હોય છે એન્ડ એમાં તમે જો ૫ વર્ષ થી મેહનત કરતા હોવ એન્ડ ફર્સ્ટ ડેબીયુ ફિલ્મ કરવાનો મૌકો મળે તો એને એક્વાર તો જરૂર થી માન આપવું જોઈએ..હું પર્સનલી વિશાલ ભાઈ ના વખાણ કરવા નથી કરી રહ્યો પણ ...હા એટલું જરૂર કહીશ સલમાન ભાઈ ને જ વધારે માન આપવામાં તમે ખરેખર માં શાહરુખ ભાઈ ને તો મિસ નથી કરી રહ્યા ને..
ReplyDeleteવિશાલ ભાઈ ની લાઈફ ની સફર વિષે વધારે જાણવા ક્લિક કરો
https://youtu.be/Vz3oUcEecEo