સુપરસ્ટાર રિવ્યૂ:
શુક્રવારે મોટા પાયે રિલીઝ થયેલી ફિલ્મ સુપરસ્ટાર સાથે ઘૃવિન શાહ અને રશ્મિ દેસાઈ પ્રથમ વખત રૂપેરી પરદે જોવા મળ્યાં.
રિષી કાપડીયા એટલે કે આર. કે. (ધ્રુવિન શાહ) બોલીવૂડનો સુપરસ્ટાર છે. પત્નિ અંજલી (રશ્મી દેસાઇ) તેના એ સુખ દુઃખ ની સાક્ષી છે. અંજલીને તેઓ એકમેકને દિલોજાનથી ચાહે છે.
બંનેનું જીવન સુખરૂપ ચાલી રહ્યું હોય છે ત્યાં અચાનક એવી ઘટના આકાર લે છે કે જીવનમાં જબરદસ્ત આંચકો લાગે છે. આર.કે. ને ફિલ્મના શુટીંગ વખતે નકલી ગોળીને બદલે અસલી ગોળી વાગે છે. જો કે તેમાં તે બચી જાય છે. આ સમાચાર દેશભરમાં ફેલાઇ જાય છે. આર.કે. ના કુટુંબ પર સંકટના વાદળો ઘેરાય છે. ત્યાં બીજો ઝટકો આવે છે. કોઇ તેની પાછળ પડી ગયું હોય તેમ આર.કે.ને લાગે છે. પણ તે અને પોલીસ પણ એ અજાણ્યાને શોધી શકતા નથી. ત્યાં એવું થાય છે કે આર. કે. અને અંજલીના સંબંધો એક જ ઝાટકે તૂટી જાય છે. એક એવો ભુતકાળ સામે આવીને ઉભો રહી જાય છે જે આ બંનેને હચમચાવી જાય છે. બંને એવી જગ્યાએ આવીને ઉભા રહી જાય છે કે જ્યાં તેને પોતાની જિંદગી અને પ્રેમ એમ બંનેને બચાવવાના હોય છે. આ બંને ભૂતકાળના રાક્ષસ સામે કેવી રીતે લડશે? એ માટે ફિલ્મ એકવાર જોવી જ પડશે!
ફિલ્મનું સંગીત ઉત્તમ છે. ફિલ્મની ટ્રીટમેન્ટ બોલિવૂડ ફિલ્મ કક્ષાની હોવાથી આવનારા સમયમાં નવાં ધોરણો સ્થાપિત કરશે. ફિલ્મમાં રશ્મિ દેસાઈએ સારો અભિનય કાર્યો છે પઁ ક્યાંક ક્યાંક તેનું ગુજરાતી બનાવટી લાગે છે. અને સૌથી મોટી અચરજની વાત એ છે કે હોલિવૂડમાં ટ્રેનિંગ લઇને આવેલો નવોદિત કલાકાર ઘૃવિન શાહ ફિલ્મનાં વિલન સામે કેમ ઝાંખો પડી જાય છે? નાના બાળકનાં ભાગે હજુ ઘણું આવી શક્યું હોત. ઈન્ટરવલ પહેલા રોલર કોસ્ટર રાઇડ સમી ફિલ્મ ઈન્ટરવલ પછી લોકલ ટ્રેન જેમ ચાલે છે. આ બધુ એક તરફ રાખીએ તો ફિલ્મ માણવાલાયક છે જેમાં દરેક પંદર મિનિટે કઈંક નવું રહસ્ય બહાર આવે છે! આ ફિલ્મ ગુજરાતી સિનેમાનાં ઇતિહાસમાં ફિલ્મનું સ્ટાન્ડર્ડ સુધારવાની બાબતે હંમેશા યાદ રહેશે.
No comments:
Post a Comment