Monday, 13 February 2017

Review of Trupti

તૃપ્તિ ફિલ્મ રિવ્યૂ...

સંજય મૌર્ય અને જીલ જોશીને ચમકાવતી ફિલ્મ તૃપ્તિ લોકોને પસંદ પડી રહી છે. આ ફિલ્મ બીજી ગુજરાતી ફિલ્મ કરતાં કઈંક હટકે છે. ફિલ્મની સ્ટોરી શહેરમાં થતાં ખૂન અને તેની પાછળનાં રહસ્યની આસપાસ ફરે છે.

સંજય મૌર્ય ઇન્સપેક્ટર જયનાં રોલમાં ખૂબજ જામે છે. એક એક ફ્રેમમાં એની આંખો ઘણું કહી જાય છે. જીલ જોશી સાહજિક અભિનય ને લીધે બહુ સ્વીટ લાગે છે.

આખી ફિલ્મમાં બાળકનો અભિનય પણ લોકોને ગમે એવો છે. ટીકુ તલસાણીયા એક કેમિયો રોલમાં છે જે ફિલ્મને વધારે રસપ્રદ બનાવે છે.

ડાયરેક્ટીંગ અને એડિટિંગમાં વધુ ધ્યાન આપવાની જરૂર હતી. ક્યાંક ક્યાંક નાની ભૂલો દેખાઈ આવતી હતી.
ફિલ્મમાં મિત્તલ ગોહિલ અને વૃત્તિ ઠાકર જેવા કલાકારોએ પોતાની અભિનય કળા દેખાડી છે. અક્ષય આકાશે આપેલું સંગીત કર્ણપ્રિય છે. હિતેન આનંદપરાએ ગીતો લખ્યાં છે. સ્ક્રિનપ્લે અને સંવાદો મોહમ્મદ ઝાહિદ અહેમદે લખ્યાં છે.પણ ડબિંગ ખૂબજ ખરાબ રીતે થયેલું હોવાથી ક્યાંક ક્યાંક ફિલ્મ પોતાની પકડ ગુમાવી દે છે.

સંજય મૌર્યને આવનારી ફિલ્મ લાસ્ટ ચાન્સ માટે વફાદાર દર્શકો મળી રહેશે. ગુજરાતી ફિલ્મમાં આ પ્રકારની ફિલ્મો બનવી જોઇયે. જલ્દી આ ફિલ્મ જોવા જતાં રહો..

No comments:

Post a Comment